વોડાફોન, જિયો અને એરટેલના આ પ્લાન ગ્રાહકો માટે છે બેસ્ટ, 730 GB ડેટા સહિત મળશે આ ધાંસૂ સુવિધાઓ

 

કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ સિવાય મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે. ત્યારે વોડાફોન તેના યુઝર્સને કેટલાક રિચાર્જ પેકમાં ડબલ ડેટા ઓફર કરી રહ્યું છે. જેથી જો તમે વધુ ડેટાવાળા પ્લાનની શોધમાં છો તો જાણી લો આ બેસ્ટ પ્લાન વિશે.


  • આ પ્લાનમાં ફ્રી ઓફર્સ અને વધુ ડેટા મળશે
  • વોડાફોન આપે છે ડબલ ડેટા
  • આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર મળશે જોરદાર સુવિધાઓ

  • જિયોનો 2599 રૂપિયાવાળો પ્લાન

જિયોના આ રિચાર્જ પ્લાનની કિંમત 2599 રૂપિયા છે. આ પેકની વેલિડિટી 365 દિવસની છે. ગ્રાહકોને આ પેકમાં રોજ 2 જીબી ડેટાના હિસાબથી કુલ 730 જીબી ડેટા મળે છે. આ સિવાય 10 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળે છે. આમાં જિયો નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 12 હજાર મિનિટ્સ ફ્રી મળે છે. આમાં ગ્રાહકોને રોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઈ સબસ્ક્રિપ્શન 1 વર્ષ માટે ફ્રી મળે છે.

  • વોડાફોનનો 2599 રૂપિયાવાળો પ્લાન

આ પેકની વેલિડિટી 365 દિવસની છે. ગ્રાહકોને આ પેકમાં રોજ 2 જીબી ડેટાના હિસાબથી કુલ 730 જીબી ડેટા મળે છે. આમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ ફ્રી છે. આમાં ગ્રાહકોને રોજ 100 ફ્રી એસએમએસ મળે છે. આ પેકમાં વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા મળલે છે. સાથે જ ઝી5 પ્રીમિયમ, Vi Movies & TVનું એક્સેસ પણ 1 વર્ષ માટે ફ્રી મળે છે. 

  • એરટેલનો 2698 રૂપિયાવાળો પ્લાન

એરટેલના આ રિચાર્જ પ્લાનની કિંમત 2698 રૂપિયા છે. આ પેકની વેલિડિટી 365 દિવસની છે. ગ્રાહકોને આ પેકમાં રોજ 2 જીબી ડેટાના હિસાબથી કુલ 730 જીબી ડેટા મળે છે. આમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ ફ્રી છે. આ પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઈ સબસ્ક્રિપ્શન 1 વર્ષ માટે ફ્રી મળે છે. આ સિવાય આ પેકમાં ફ્રી હેલોટ્યૂ્સ, ફ્રી ઓનલાઈન કોર્સ, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યુઝિક પણ ફ્રી છે. ફાસ્ટેગ ખરીદવા પર 150 રૂપિયયા કેશબેક પણ મળે છે.

टिप्पणियाँ